ખૂજલી મટાડવાના ઉપાયો

ખંજવાળ મટાડવાના ઉપાયો

(1)સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ખુજલી-ચળ મટે છે.

(2) ટામેટાંના રસથી બમણું કોપરેલ લઇ એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી અને થોડી વાર પછી કોકરવર્ણા પાણીથી સ્નાન કરવાથી ખસ-ખુજવી મટે છે.

(3) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી ખુજલી મટે છે.

(4) લીંબુ કાપી બે ભાગ કરી બારીક સિંધવ ભભરાવી સૂકવવું. સુકાઇ જાય એટલે ખાંડીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણ લેવાથી વાતરક્ત, ચળ અને ખુજલીમાં ફાયદો થાય છે.

(5) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલિશ કરવાથી ખુજલી મટે છે. ગરમ પાણીથી સ્નાન કરવું. પહેરવાના કપડાં રોજ ગરમ પાણીથી ધોવા. આ પ્રયોગથી સૂકી ખુજલી મટે છે.

(6) આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલની માલિશ કરવાથી ખુજલી મટે છે.

(7) જવના લોટમાં તલનું તેલ અને છાસ મેળવી લગાડવાથી ખુજલી મટે છે.

(8) ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલિસ કરવાથી ખુજલી મટે છે.

Related posts