ખીલ-ખીલ ના ડાઘ મટાડવાના ઉપાયો

ayurveખીલ-ખીલ ના ડાઘ મટાડવાના ઉપાયો

(1) પાકાં, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી – મસળવું. 15-20 મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારે પાણીથી થોઇ નાખી જાડા ટુલાવ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઇ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે.

(2)ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.

(3) તલનો જુનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતાં ખીલ દૂર થાય છે.

(4) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઇ નાખવું. આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે.

(5) જાંબુના ઠડીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતાં મોં પરના ખીલ મટે છે.

(6) સવારે અને રાત્રે બાવડ, લીમડો કે વડવાઇનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.

(7) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.

(8) બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.

(9) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

(10) આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.

(11) કેરીની ગોઠલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.

(12) લીમડાં કે ફુદીનાના પાન વાટી તેનો રસ ખીલ પર લગાડવાથી ખીલ મટી જાય છે.

(13) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર 2-3 મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.

(14)છાસ વડે ચહેરો ઘોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચિકાસ દૂર થાય છે.

(15) વડના દૂધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના ડાગ મટે છે.

(16) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દૂર થાય છે.

Related posts