ખંજવાળ મટાડવાના ઉપાયો

ખંજવાળ મટાડવાના ઉપાયો

(1) કોપરું ખાવાથી અને શરીરે ચોળવાથી ચળ-ખંજવાળ ઓછી થાય છે.

(2) ખંજવાળ આવતી હોય તે ભાગો પર સીસમનું સહેજ તેલ લઇ દિવસમાં ચારેક વખત ઘસવાથી ખંજવાળ મટે છે.

(3) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ખંજવાળ મટે છે.

(4) સૂતરાઇ કાપડનો ટુકડો ખંજવાળ વાળા ભાગ પર સખત રીતે બાંધી દેવો. જો બાંધી શકાય તેમ ન હોય તો સામાન્ય પટ્ટી સખત રીતે મારવી. એનાથી સોરાઇસીસ કે દરાજ જેવા વ્યાધી પણ કાબૂમાં આવે છે.

(5) ગોળ સાથે હરડજે લેવાથી ખંજવાળ મટે છે.

(6) સોપારી સળગાવી, રાખ બનાવી, તલના તેલમાં મેળવી ખંજવાળ વાળા ભાગ પર દિવસમાં ચારેક વખત દર ચાર કલાકે લગાડતા રહેવાથી થોડાં જ દિવસોમાં ખંજવાળ મટે છે.

(7) સૂકાં આંમળાં બાળીને બનાલેવી રાખ તલના તેલમાં મેળવી ખંજવાળ વાળા ભાગ પર દિવસમાં બે વખત નિયમિત લગાડતા રહેવાથી ખંજવાળ મટી જાય છે. ખંજવાળનું પ્રમાણ વધું હોય તો દિવસમાં ત્રણ-ચાર વખત પણ લગાડી શકાય.

(8) લીંબોડીના તેલની માલીશ કરવાથી ખંજવાળ ઓછી થઇ જાય છે. ખંજવાળમાં પરહેજી મીઠા-મધુર પદાર્થો અને ગરમ પદાર્થોનું સેવન ન કરવું. ગમે તેવી સારવાર છતાં આ પરહેજી ન હોય તો તકલીફ જલદી મટતી નથી.ખંજવાળ સંતરાની તાજી છાલ પથ્થર પર પાણી સાથે ચંદનની જેમ ઘસીને ચોપડવાથી ખંજવાળ મટે છે. સંતરાની સૂકી છાલનું ચૂર્ણ પણ વાપરી શકાય.

(9) ખંજવાળ સંતરાની તાજી છાલ પથ્થર પર પાણી સાથે ચંદનની જેમ ઘસીને ચોપડવાથી ખંજવાળ મટે છે. સંતરા9ની સૂકી છાલનું ચૂર્ણ પણ વાપરી શકાય.

(10) તલના તેલમાં એનાથી ત્રીજા ભાગનું આમળાંનું ચૂર્ણ મેળવી દિવસમાં દર ચાર કલાકે માલીશ કરતાં રહેવાથી ખંજવાળ મટે છે.

Related posts