વાત-વાયુ સમસ્યા અને ઘરેલુ ઉપચાર

vat-pitt-kaf

પક્ષાધાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુઃખાવો, સાંધા દુઃખવા કે જકડાઇ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીધ્રસ્ખલન, અડદિયો વા, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટીસ, વિશ્વાચી (હાથમા થતો રાંઝણ જેવો દુઃખાવો), અવબાહુક (ફ્રોઝન શોલ્ડર), શરીરમા સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક (પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઇપણ ભગમાં ઝણઝણાટી થવી, કાનમા બહેરાશ, દુઃખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લૂખી અને બરછટ થઇ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.

ઉપાય:

(1) 500 ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં 1 કિલોગ્રામ ઘી અને 6 કિલોગ્રામ દૂધ મેળલી ધીમાતાપે ઉકાળી મધ જેવુ ગાઢું બનાવવું. પછી તેમાં 1.5 કિલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે 25 થી 40 ગ્રામ જેટલો ખઆવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે.

(2) મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હવાલી નાના નાન લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયામાં વાથી જકડાઇ ગયેલા અંગો છૂટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.

(3) 15-20 ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.

(4) અજમો તાવી પર ગરમ કરી, સમાભાગે સિંધવ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.

(5) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરું, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમા અથવા તેલમા તળીને ખાવાથી વાયુ મટે છે.

(6) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે.

(7) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે.

(8) 10-10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે.

(9) ખજુર 50 ગ્રામ, જીરુ, સિંધવ, મરી અને સૂઠ દરેક 10-10 ગ્રામ, પીપર મૂળ 5 ગ્રામ અને લીંબુનો રસ 0.75 ગ્રામને બારીક વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે.

(10) એરંડ મગજને દૂધમાં મેળવી ગરમ કરી, માવો બનાવી ખાવાથી ગૃધસી વાયુ અને પેટ, ખભા, પગ વગેરેમાં થતો દુઃખાવો મટે છે.

(11) ગોળ નાખેલુ દહી વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તિ કરનાર અને પચવામાં ભારે છે.

(12) ઘીમાં શેકલી હિંગ, સૂંઠ, મરી, પીપર, સિંધવ, અજમો, જીરું અને શાહજીરું એ આઠ ચીજો સરખે ભાગે લઇ, ચૂર્ણ બનાવી મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણને હિંગાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે 1 ગ્રામ જેટલું આ ચૂર્ણ છાસમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમા લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગાળો, કોલેરા, અજીર્ણ કેવાયુથી થતી ઊલટી, કફ-વાતજન્ય વિકારો વગેરે મટે છે.

(13) ચીકણી સોપારીનો ભૂકો 1.5 ગ્રામ સવારે મઠામા કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઇ રહેલો વાયુ (ગેસ) મટે છે.

(14) તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દૂર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તિ સતેજ થાય છે.

(15) નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે.

(16) પાકા આદુનો 400 ગ્રામ રસ 1.6 કિલો સાકરની ચાસણીમા નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવુ. એમાંથી 10 ગ્રામ જેટલુ શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચૂંક મટે છે. ગધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટે છે.

(17) મરી ઠંડા પાણીમાં બારીક વાટી લેપ કરવાથી વાયુથી અંગ જકડાઇ ગયું હોય તો ફાયદો કરે છે.

(18) ફુદીનો , તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે. અને સારી ભૂખ લાગે છે.

(19) મૂળાનાં બીનું ચૂર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટે છે.

(20) લવિગના તેલના બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટે છે.

(21) વેંગણ વાયુ મટાડે છે.

(22) રીંગણાંનું શાક, ભડથું કે સૂપ બનાવી, હિંગ અને લસણ સાથે લેવાથી પેટમાનો વાયુ અને ગોળો મટે છે.

(23) સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક 10-10 ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં 400 ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી 20 ગ્રામ જેટલુ સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે.

(24) સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુક ઘી નાખી 30-40 ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.

(25) સૂંઠની ભૂકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.

(26) મરી અને લસણને પીસી ભોજનના પહેલાં કોળિયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે.

Related posts