કૃમિ(કરમિયા) – આયુર્વેદિક ઘરેલુ ઉપચાર

આયુર્વેકૃમિ(કરમિયા) - આયુર્વેદિક ઘરેલુ ઉપચાર

(1) દરરોજ સવાર-સાંજ જમવાની પાંચેક મિનિટ પહેલાં આખું કે દળેલું નમક એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવવાથી કૃમિ વમનથી કે મળ માર્ગે બહાર નીકળી જાય છે.

(2) એક થી બે ચમચી એધકચરી ખાંડેલી દાડમની છાલ એક ગ્લાસ પાણીમાં ધીમાં તાપે અડધો કપ જેટલું રહે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પાડી ગાળીને ખાલી પેટે આ ઉકાળઓ પીવો. બીજે દિવસે સવારે હરડેનો રેચ લેવો. આનાથી ચપટાકૃમિ-ટેપવર્મ બેહોશ થઇ કે મરી જઇને બહાર નિકળી જાય છે.

(3) લીમડાના પાનનો રસ દરરોજ 1-2 ચમચા સવાર-સાંજ પીવાથી તમામ કૃમિ મળ વાટે બહાર નીકળી જઇ પેટ નિર્મળ થઇ જાય છે.

(4) કારેલા કૃમિધ્ન છે. બાળકોને મોટે ભાગે દુધીયા કૃમિ થતાં હોય છે. એમને કારેલાનું શાક ખવડાવવું. બાળક કારેલાનું શાક ન ખાય તો કારેલાનો રસ કાઢીને બે ચમચી જેટલો સવાર-સાંજ પીવડાવવો.

(5) પપૈયાના બીને સુકવી પાઉડર બનાવવો. એક નાની ચમચી પાઉડર ને નાની વાટકી ભરી તાજા દહીંમાં મેળવી દિવસમાં ત્રણ વખત લેવાથી કૃમિ ઝડપભેર બહાર નીકળવા માંડે છે.

(6) કૃમિ થયા હોય તો માત્ર પાન ખાવાથી સારું થઇ શકે છે. 3-4 કે દિવસમાં જેટલા પાન ખિ શકાય તેટલાં સાદા કે સામગ્રી નાખેલા પાન ખાવાં. એનાથી મળ વાટે કૃમિ બહાર નીકળી જાય છે.

(7) અનાનશ કાવાથી એક અઠવાડિયામાં પેટમાંના કૃમિનું પાણી થઇ જાય છે. આથી બાળકો માટે અનાનાશ ઉત્તમ છે.

(8) એક સારી સોપારીનો ભુકો કરી થોડાં ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કૃમિ મટે છે.

(9) કારેલીના પાનનો રસ થોડાં ગરમ પાણીમાં આપવાથી કૃમિ મરી જાય છે.

(10) ખાખરાના બી, લીમડાના બી અને વાવડીંગને વાટી બનાવેલું વસ્ત્રગાળ ચૂર્ણને પલાસબીજાદિ ચૂર્ણ કહે છે. બાળકોને પા ચમચી અને મોટાઓને અડધી ચમચી ચૂર્ણ પાણી સાથે સવાર-સાંજ આપવાથી કૃમિ દૂર થાય છે.

(11) ટામેટાંનાં રસમાં હિંગનો વધાર કરી પીવાથી કૃમિરોગમાં ફાયદો થાય છે.

(12) દાડમની છાલનો અથવા તેના છોડ કે મૂળની છાલનો ક્વાથ કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દિવસ સુધી પીવાથી પેટમાંના કૃમિ નીકળી જાય છે.

(13) દાડમડીનાં મૂળની લીલી છાલ 50 ગ્રામ (તેનાં નાના નાના કકડા કરવા). ખાખરાના બીનું ચૂર્ણ 5 ગ્રામ, વાવડીંગ 10 ગ્રામ અને 1 લિટર પાણીમાં અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડું થાય ત્યારે ગાળી, દિવસમાં ચાર વાર અડધી અડધી કલાકે 50-50 ગ્રામ પીવાથી અને પછી એરંડીયાનું જુલાબ લેવાથી તમામ પ્રકારના ઉદરકૃમિ નીકળી જાય છે.

(14) નારંગી ખાવાથી કૃમિનો નાશ થાય છે.

(15) મૂઠી ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવથી કૃમિ મરી જઇ ઉદરશુદ્ધિ થાય છે.

(16) વડવાઇના કુમળા અંકુરનો ઉકાળો કરી પીવાથી પેટના કૃમિ મટે છે.

(17) સરગવાનો ક્વાથ મધમાં મેળવી દિવસમાં બે વાર પીવાથી જીણાં કૃમિ નીકળી જાય છે.

(18) સવારે ઊઠતાની સાથે 2-3 ગ્રામ મીઠું પાણીમાં મેળવી થોડાં દિવસ પીવાથી નાના નાના કૃમિ બહાર નીકળે છે. નવા કૃમિની ઉત્પત્તિ બંધ થાય છે અને પાચન ક્રિયા સુધારે છે.

(19) સૂંઠ અને વાવડીંગનું ચૂર્ણ મધમાં મેળવી લેવાથી કૃમિ મટે છે.

(20) કાચા પપૈયાનું તાજુ દૂધ 10 ગ્રામ, મધ 10 ગ્રામ અને ઉકળતંી પાણ 40 મિ.લિ. એકત્ર કરી ઠંડું થાય ત્યારે પીવાથી અને બે કલાક પછી એરંડીયાનો જુલાબ લેવાથી ગોળ કૃમિ નીકળી જાય છે.(તેનાથી પેટમાં ચૂંક આવે તો લીંબુનો રસ ખાંડ નાખી પીવો.)

(21) ભાંગરાનો પાઉડર (બજારમાં મળી શકે) અથવા તાજા ભાંગરાનો રસ અને અડધા ભાગે દિવેલ રાત્રે સૂતા પહેલાં દરરોજ લેવાથી બધા કૃમિ ઝપાટાબંધ બહાર નીકળી જાય છે.

(22) એક ગ્લાસ ધટ્ટ છાસમાં એક ચમચો વાટેલો અજમો નાખી સવાર-સાંજ પીવાથી પેટમાંનાં બધા કૃમિ મળ માર્ગે બહાર નીકળી જાય છે.

(23) બાળકોને કૃમિ થાય તો તેની અવસ્થા મુજબ ગરમ પાણી સાથે દરરોજ રાત્રે સૂતી વખતે એરંડીયું પાવાથી તે મટી જાય છે.

(24) કાચા કે પાકા પપૈયાના રસમાં સાકર મેળવી બાળકને પીવડાવવાથી પેટમાંના કૃમિ મળ વાટે બહાર ફેંકાય જવા લાગે છે.

(25) દરરોજ સવાર, બપોર, સાંજ 1-1 કપ પાણીમાં એક નાની ચમચી મીઠું (નમક) ઓગાળી પીવાથી કૃમિની ફરીયાદ મટે છે.

(26) સૂંઠ, વાવડીંગ અને ભીલામાંનું ચૂર્ણ મધમાં લેવાથી કૃમિ મટે છે.

(27) કંપીલો, વાવડીંગ અને રેવંચી સરખા લાગે લઇ મધ સાથે બાળકને ચટાડવાથી તેના પેટમાંનાં કરમીયાં સાફ થઇ જાય છે.

(28) શણના બીનું ચૂર્ણ ગૌમૂત્રમાં મેળવી પીવાથી કરમીયાંનો રોગ કાયમ માટે મટે છે.

(29) વાવડીંગને અધકચરા ખાંડી ઉકાળો કરીને પીવાથી કૃમિ નાશ પામે છે.

(30) લીંબુના પાન વાટી રસ કાઢી રસથી અડધું મધ મેળવી સાત દિવસ સુધી રોજ સવારે આપવાથી અને આઠમાં દિવસે રેચ લઇ લેવાથી પેટના તમામ કૃમિ નીકળી જાય છે.

Related posts