પિત્ત- મટાડવાના ઉપાયો

vat-pitt-kaf

પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઊલટી બેસાડે છે. સગર્ભાની ઊલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્તપ્રકોપ શાંત થાય છે.

બીજ વગરની કાળી દ્રાક્ષ 50 ગ્રામ અને હરડેનું ચૂર્ણ 100 ગ્રામને ખૂબ લસોટી એક ચમચી જેટલા આ મિશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી 20-50 મિનિટ પલાળી રાખી, પછી તેને પાણીમાં ખૂબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલાં અનેક વિકારો- કબજિયાત, ગેસ, જ્વર, મળની દૂર્ગધ, હૃદયરોગ, લોહીના વિકારો, તવચાના રોગો, ઉધરસ, કમળો, અરુચિ, પ્રમેહ અને માંદાગ્નિ જેવા રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે.  

1 લિટર પાણીમાં એક થી દોઠ ચમચી સૂકા (જુના) ધાણા નાખી ઉકાળી એક ભાગ બાળી ત્રણ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પિત્ત દોષ કે ગરમીથી પીડાતા કે પિત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પિત્તનો તાવ, દાહ-બળતરા, પિત્તની ઊલટી, ખાટા ઓડકાર, અમ્લપિત્ત, હોજરીનાં ચાંદા, લોહી દૂઝતાં કે દાહ-સોજા વાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફૂટવી, રક્તસ્ત્રાવ, મરડો, ગરમીના પીળાં પાતળા ઝાડા, ગરમીનો સૂકો દમ, ખૂબ વધુ પડતી તરસ જેવા દર્દોમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે આ પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વિષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વિષનાશક હોઇ લાભપ્રદ છે.  

આમલી પિત્તશામક તથા વિરેચક છે. ઉનાળામાં પિત્તશમાન માટે આમલીનાં પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે. આમલીને તેનાથી બમણાં પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી 20-25 ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપ મટે છે.

કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.  

કોઠાના પાનની ચટણી બનાવી પિત્તના ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે.  

કારેલીના પાનનો રસ લેવાથી ઊલટી અથવા રેચ થઇ પિત્તનો નાશ થાય છે. એનો ઉતાર ઘી અને ભાત છે.  

ટામેટાંનાં રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારો મટે છે.  

અળવીના કૂણાં પાનનો રસ જીરુની ભૂંકી મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.   

ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે.    

પાકાં કેળા અને ઘી ખાવાથી પિત્તરોગ મટે છે.  

જામફળના બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્તિવકાર મટે છે.  

જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઊલટી થઇ પિત્તિવકાર મટે છે.  

આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.  

દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપૂડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.

Related posts