ઘરેલુ આયુર્વેદ ઉપચાર

Ayurved-Upchar

જુદા જૂદા સ્ત્રોતો માથી આરોગ્ય જાળવવા, શરીરની સામાન્ય તકલીફમાથી મુક્તિ મેળવવા અહી કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. એમા જોશો તો એક જ મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો બતાવવામા આવ્યા છે. દરેકને એક જ ઉપાય લાગુ પડી શકે નહીં, કેમ કે દરેક ની પ્રકૃતિ અલગ અલગ હોય છે, માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય કરવો જોઈએ. એનો આધાર વાત, પિત્ત, કફ મુજબ કેવા પ્રકાર ની પ્રકૃતિ છે તેના પર રહેછે. વળી રોગ કોના પ્રકોપથી કે  ઉણપથી થયો છે- તેના  ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેને આધારે રહેશે. કેમ કે એક જાતની તકલીફ પાછળ પણ જુદા જુદા કારણો હોઈ શકે છે.  દાખલા તરીકે ઉલ્ટી વાયુ ના કારણે થાય, પિત્ત ના કારણે થાય અને કફ ના કારણે પણ થાય. પોતાના શરીર ને શું અનુકૂળ અને શું પ્રતિકૂલ છે , તે પણ આપણે કોઈ પણ ઉપાય કરતાં પેલા જાણી લેવું જોઈએ. આથી કોઈ એક ઉપાય કોઈ એક વ્યક્તિ ને કારગર નીવડે તે બીજા વ્યક્તિ ને લાગુ ના પણ પડે.

કોઈ પણ ઉપાય અજમાવીએ પરંતુ જો પાચન શક્તિ નબળી હોય, કે શરીર માં કોઈ મૂળભૂત ખામી હોય તે દૂર ન કરીએ તો ઉપાય કારગત નીવડશે નહી. આથી શરીરમા મુશ્કેલી પેદા થવા પાછળ નું કારણ શોધી કાઢવું એ બહુ મહત્વ નું છે. શું ખાવાથી કે શું કરવાથી પોતાના શરીર માં તકલીફ પેદા થાય છે તે જોતા રહેવું જરૂરી છે.

કોઈપણ રોગ ની સારવાર પોતાની જાતે ચાલુ કરતાં પહેલા આપની શારીરક વ્યવસ્થાને ધ્યાન માં રાખી ને આપના નજીક ના તબીબ કે આયુર્વેદના જાણકાર ની સલાહ અવશ્ય લેવી.

Related posts