ખરજવું મટાડવાના ઉપાયો

ખરજવું મટાડવાના ઉપાયો

(1)ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.

(2) બટેટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મૂકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જૂનું ખરજવું નિર્મૂળ થઇ જાય છે.

(3) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાટાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નિયમિત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.

(4) કડી ચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દૂર થાય છે.

(5) ખારેક કે ખજૂરના ઠળીયાને બાળી તેની રાખ, કપૂર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.

(6) ઇન્દ્રવર્ણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી કરજવું મટે છે.

(7) ગાજરનું ખમણ કરી, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો કરે છે.

(8) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી જૂનું ખરજવું મટે છે.

(9) લસણની કડી વાટી લૂગદી બનાવી ખરજવા પર મૂકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.

(10) તુલસીના મૂળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે.

(11) સૂકા કોપરાંને બરાબર બાળી ખૂબ વાટી મલમ બનાવી દિવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાવની પીડામાં ઝડપભેર ઘણી રાહત થાય છે.ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.

Related posts